કોલેજની સ્થાપના ૪ જુલાઈ, ૨૦૧૬ના રોજ થઈ હતી અને તે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) સાથે સંકળાયેલ છે. યુવતીઓને શિક્ષણ આપવાના અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, કોલેજ શાળા વિદ્યાર્થીઓને એ જ સ્થળે તેમના શિક્ષણને ચાલુ રાખવાની મંચ આપે છે અને નવા પ્રવેશીઓને સુરક્ષિત અને સલામત પરિસરમાં શિક્ષણનો મોકો પ્રદાન કરે છે.
કોલેજ શરૂઆતમાં કલા અને વ્યાપારના સ્નાતક કોર્સો પ્રદાન કરવા માટે શરૂ થયો હતો, અને ૨૦૧૯માં તેના માટે અનુસ્નાતક કોર્સો વધારવામાં આવ્યા.
કોલેજે ૨૦૨૦માં અંગ્રેજી માધ્યમનું વિંગ શરૂ કર્યું.
કોલેજે કલા અને વ્યાપારના વિવિધ ક્ષેત્રોમાં યુવતીઓને શિક્ષણ પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે, જે તેમને તેમની દ્રષ્ટિ વિસ્તૃત કરવા અને તેઓનાં યુવાન મનોને વધુ આકાર આપવા માટેના કૌશલ્યને વધારવા માટે મદદ કરે છે, જેથી તેઓ ભવિષ્યની સશક્ત મહિલાઓ બની શકે.
દૂરના ભૂતકાળમાં ભાવનગર નામક નગરના રાણી પોતાની દુરંદેશી અને આગવી કુનેહથી જાણીતા હતા. નેક નામદારશ્રી મહારાજા ભાવસિંહજીના સહચારિણી રૂપે નેક નામદારશ્રી મહારાણી નંદકુંવરબા દ્રઢ વિચાર અને મનીષાવાન હતા. મહારાણી સાહેબાને સમજાયું કે સ્ત્રીસશક્તિકરણના કાજે તથા પ્રગતિશીલ સમાજ ઘડવાનો એક માત્ર ઉપાય છે કે તે સમાજનો સ્ત્રી વર્ગ શિક્ષિત થાય. આ ભાવથી પ્રેરાઈ શ્રી નંદકુંવરબા ક્ષત્રીય કન્યા વિદ્યાલયનો ૧૯૧૭માં શિલાન્યાસ થયો.
‘પરદા પ્રથા’ નાબુદી તથા સ્ત્રી સશક્તિકરણની અહાલેક જગવનાર મહારાણી નંદકુંવરબા સુંદર ધરોહર મૂકીને ગયા જેને સાકાર કરવા આ સંસ્થા તત્પર છે. છાત્રાઓમાં સાંસ્કૃતિક અને પારંપરિક મૂલ્યોનું સિંચન થાય સાથે-સાથે તેમને સુખી, સફળ, સંતોષપ્રદ જીવન માટે ઉપયોગી કૌશલ્યો પ્રાપ્ત થાય તે અમોરો ધ્યેય છે. યુવા છાત્રાઓ પોતાના સપનાઓ સેવી શકે અને સમાજ-જીવનને વધુ ને વધુ શ્રેયકર અને પ્રેયકર બનાવે તે સંસ્થાનું જ ગૌરવ છે.
જ્ઞાન અને સાહસ પહાડ જેવી આપદાને પણ લાંઘી શકે. અમારી શાળાની વિદ્યાર્થીનીઓ તેમના બાલ્યકાળથી જ્ઞાન અને સાહસના પાઠ ભણી બહુમુખી પ્રતિભાસંપન્ન યૌવના રૂપે ઉભરે છે. આ સંસ્થા છાત્રાઓને ભવિષ્યના તેમના જીવન માટે તૈયાર કરવાની જવાબદારી લે છે. એક તરફ વર્ગખંડમાં સમજ કેળવવા તેમજ જ્ઞાનવર્ધન પર ધ્યાન આપવામાં આવે તો બીજી તરફ ખેલના મેદાન પર ટીમના ખેલાડીઓ સહજ સ્ફૂર્તિ, તંદુરસ્તી, અને ચપળતા સાથે ગૌરવશાળી જીત અને ખેલદિલ હારને મુક્ત મને લેતા શીખડાવે છે. ચરિત્રનિર્માણમાં સહાયક પ્રવૃત્તિ જેવી કે ‘સોશ્યલ વર્ક કેમ્પ’ (NSS), પર્યટન, શિસ્ત અને ફરજ કેળવતા NCC ના વિવિધ ઉપક્રમો વિગેરે છાત્રજીવનનો અનન્ય ભાગ છે. નૃત-નૃત્ય, સંગીત, નાટ્યમંચન અને અન્ય સાંસ્કૃતિક ઉજવણીઓ અમારી છાત્રાઓનું બાળપણ સુખરૂપ, રચનાત્મક અને અધ્યાત્મિક મુલ્યો વાળું બનાવવામાં ભાગ ભજવે છે.
નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના ટ્રસ્ટીશ્રીઓ અને શિક્ષકગણનો સિદ્ધાંત રહ્યો છે કે શિક્ષણ ફક્ત ડીગ્રી સર્ટીફીકેટ માટેજ નહી પરંતુ સ્વવિકાસ માટે નવું શીખતા રહેવાની અનંત શોધયાત્રા છે જે વ્યક્તિ ખુદનો જ એક ભાગ બની આજીવન ટકી રહે છે. અમો નિઃશંક છીએ કે અમારી છાત્રાઓ અહીં પોતાના મૂળને ગહનતાથી પામે છે અને ભાવિ ઉડાન ભરવા પાંખો પણ કેળવે છે.