કોલેજની શરૂઆત ૪ જુન ૨૦૧૬ના થઇ. આ શૈક્ષણિક સંસ્થાનું જોડાણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી (MKBU) સાથે થયેલ છે. યુવા છાત્રાઓ સશક્તિકરણ અને અભ્યાસઅર્થે શાળાઓના સમીપના પરિસરમાં આવેલ આ કોલેજમાં સુખેથી અને સુરક્ષિત રીતે પોતાની શિક્ષા મેળવી શકે છે.NSS, NCC તથા અન્ય યુથ ફેસ્ટીવલની પ્રવૃત્તિઓ કોલેજની છાત્રાઓના વિકાસમાં સહયોગ કરે છે. વિવિધ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા/ પ્રવૃત્તિઓમાં કોલેજની છાત્રાઓએ સંસ્થાનું સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ કરેલું છે.
અહીં કોલેજમાં ઉચ્ચ-અભ્યાસ ઈચ્છુક છાત્રાઓ માટે અનુસ્નાતક (એમ. એ. / એમ. કોમ.) ના અભ્યાસક્રમ પણ ઉપલબ્ધ છે.
મહારાણીશ્રી નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સકોલેજના આચાર્ય ડો. પ્રિયંકાબા ગોહિલ આ સંસ્થાની શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચુક્યા છે. કોલેજ દ્વારા પ્રસ્તુત વિદ્યાશાખાઓ અને તેના વિષયો નીચે મુજબ છે:
બેચલર ઓફ આર્ટ્સ (B.A.) : ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, સમાજવિજ્ઞાન, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને ઈતિહાસ
બેચલર ઓફ કોમર્સ (B.Com) : ફાયનાન્સ, એકાઉન્ટ અને માર્કેટિંગ
માસ્ટર ઓફ આર્ટ્સ (M.A) : સમાજવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને અંગ્રેજી
માસ્ટર ઓફ કોમર્સ (M.Com) : ફાયનાન્સ, એકાઉન્ટ અને માર્કેટિંગ
પક્ષીઓના કલરવ વચ્ચે છાત્રાઓ દિવસની શરૂઆત વ્યાયામ (PT) થી કરે છે. આધુનિક સગવડો ધરાવતા રસોડામાં ભોજન તૈયાર થાય છે જેને બનાવવામાં અને પીરસવામાં છાત્રાઓ મદદ કરે છે. ગર્લ્સ હોસ્ટેલ પોતાનામાંજ એક શિક્ષણ કેન્દ્ર જેવું છે જેમાં અભ્યાસ, ગાયન,નૃત-નૃત્ય, નાટક, યોગ, કરાટે અને બીજા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો સામેલ છે. બધા તહેવારો અને રાષ્ટ્રીય પર્વોની ઉજવણી—અનેકતામાં એકતાના સૂર સમાન,પુરા ઉત્સાહ અને અસ્મિતા પૂર્વક થાય છે.
હોસ્ટેલનું વાતાવરણ અને જીવનશૈલી કાળજીથી પરંપરા અને આધુનિકતાને સમરસ કરી છાત્રાઓનેઆગળ જતા અર્થસભર રીતે જીવવા માટે કાબેલ બનાવે છે.અમારા સંનિષ્ઠ પ્રયત્નો છે કે સંસ્થાની યુવતીઓ તેમના અભ્યાસકાળ બાદ ખરા અર્થમાં‘સર્વ ગુણ સંપન્ન’ નારી રૂપે વિકસે.
સાડા-છ એકરની હરિયાળી ભૂમિ પર મોર, ખિસકોલીઓ, નોળિયા, અને જાતભાતના વિહગવૃંદ વચ્ચે યુવતીઓના રહેવા માટે છાત્રાલયના ત્રણ અલગ-અલગ ભવનો આવેલા. સંસ્થાના પરિસર પરના ફૂલ-છોડ, વૃક્ષો અને પશુ-પક્ષીઓ સ્વાભાવિક રીતે નૈસર્ગિક અને શાંત વાતાવરણ ઉભું કરે છે.
ભાવનગરના દિવંગત મહારાણીશ્રીની યાદમાં ‘બ્રિજરાજ નંદીની દેવી ભવન’૧૯૫૧માં બનાવવામાં આવ્યું જયારે ‘સંયુક્તા કુમારી ભવન’ વર્તમાન મહારાણીશ્રી અને ટ્રસ્ટના પ્રમુખના નામે ૧૯૯૭માં બનાવાયું. આ બન્ને ભવનો શાળાઓની કન્યા છાત્રાઓ માટે છે. પરિસરનું સહુથી જુનું ભવન ‘માતૃ મંદિર’ કોલેજની છાત્રાઓ માટેનું છે.
અમારી શિક્ષણ પદ્ધતિમાં શારીરિક પ્રવૃત્તિનું વિશેષ મહત્વ છે.સંસ્થા ખાતે અદ્યતન કૃત્રિમ ટર્ફ આચ્છાદિત ખેલના મેદાન છે જે ફિલ્ડ અને ટ્રેકની સુવિધા સાથે ફૂટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, થ્રોબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો માટે સુગમતા કરે છે. વધુમાં કબડ્ડી, ખો-ખો, બેડમિન્ટન, અને સ્વીમીંગનો પણ સમાવેશ થાય છે. અમારી છાત્રાઓ રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને અનેક વખત ઇનામ અને પારિતોષિકથી સન્માનિત થાય છે.
અમારું માનવું છે કે ખેલના મેદાન પર જીવન જરૂરી કૌશલ્યો શીખવા મળે છે અને તે માટે અમે અમારી છાત્રાઓને પ્રોત્સાહિત કરીએ છીએ.
અમારી શ્રદ્ધા છે કે સંગીત આત્માને પોષનારું અને સંભાળનાર છે.સંસ્થામાં એક સુંદર સંગીતકક્ષ છે જેમાં અમુક દુર્લભ વાદ્યોને પ્રદર્શિત કરાયા છે. આ સંગીતકક્ષનો છાત્રાઓ દ્વારા નિયમિત રીતે ઉપોયોગ કરવામાં આવે છે. ‘કલાકુંભ’ અને ‘કલા ઉત્સવ’ની વિવિધ પ્રતીયોગીતાઓ માટે છાત્રાઓ અહીં તૈયારી કરે છે અને પોતાની કળાની ઉમદા પ્રસ્તુતી કરે છે.
સંસ્થા પાસે બિલ્ડિંગના બીજા માળે સ્થિત એક હોલ છે જેનો ઉપયોગ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેમ કે ઓરિએન્ટેશન, સેમિનાર, વર્કશોપ, સંશોધન પ્રેઝન્ટેશન વગેરે કરવા માટે માધ્યમ તરીકે થાય છે. હોલનો ઉપયોગ કોલેજ સ્તરના વિવિધ કાર્યક્રમો યોજવા માટે પણ માધ્યમ તરીકે થાય છે. જેમ કે ડિબેટ, એક્સટેમ્પોર, ગાવાની સ્પર્ધાઓ વગેરે.
હોલ ડિજિટલ પ્રોજેક્ટર, માઈક અને સ્પીકર સુવિધાઓ, એર કંડિશનર જેવી સુવિધાઓથી સજ્જ છે જે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધાઓ અને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
ઇન્ડોર રાયફલ ક્લબ અન્ય સુવિધાઓની સાપેક્ષે નવું ઉમેરણ છે જે નીલમ બાગ સમીપ છે. વૈશ્વિક ધોરણો અને નિયમો અનુસાર આ ક્લબને આધુનિક સંસાધનોથી સજ્જ ખાસ રીતે બનવવામાં આવ્યું છે જેથી વિવિધ સ્તરે યોજાતી પ્રતિસ્પર્ધાઓ માટે છાત્રાઓને યોગ્ય રીતે પ્રશિક્ષિત કરી શકાય.અમને જણાવાત ગર્વ થાય છે કે અમારી શાળાઓની છાત્રાઓ આ ખેલમાં રૂચી લઇ સફળતા પૂર્વક આગળ વધે છે જે તેમના અભ્યાસ માટે જરૂરી ધ્યાનશક્તિને સઘન બનાવે છે.
સંસ્થાની છાત્રાઓને અને ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા હોય તેમને કેમ્પસ પરના ઇન્ડોર શુટિંગ રેંજ પર રાયફલ ચલાવવાની તાલીમની તક રહે છે. રાયફલ શુટિંગ તેમની લક્ષકેન્દ્રી અને બૌધિક આવડત વિકસાવામાં મદદ કરે છે.
તરવાની કળા એક જીવનોપયોગી કૌશલ્ય છે. અહીં સંસ્થાની છાત્રાઓ, મુખ્યત્વે હોસ્ટેલમાં રહેનાર, ને નિષ્ણાત પ્રશિક્ષકો નીલમબાગ પેલેસના સ્વીમીંગ પુલમાં તરવાની કળા શીખવે છે.જે છાત્રાઓ તરણમાં વિશેષ રસ ધરાવે છે તેમને પ્રશિક્ષણના ઉચ્ચતર તબક્કે દેશમાં વિવિધ સ્તરે યોજાતી તરણ સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવે છે.
વર્તમાન અભ્યાસક્રમ મુજબશિક્ષણકાર્યમાં‘કમ્પ્યુટર લેબોરેટરી’ની આવશ્યકતા રહેવાની જ છે.સંસ્થાની કમ્પ્યુટર લેબ એટલીઅદ્યતન અને સુલભછે કે સંસ્થાના દરેક વ્યક્તિને તે પોરસે છે.દેશ અને દુનિયાની ખબરો અને માહિતી યુવા પ્રતિભાના પ્રશ્નો, જીજ્ઞાસા અને અચરજને સંતોષે છે. કમ્પ્યુટર લેબના ઉપકરણો નિયમિત રૂપે જાળવવામાં કરવામાં આવે છે. હાર્ડવેર, સોફ્ટવેર, એપ્લીકેશનમાં સમયે-સમયે કરવામાં આવતાબદલાવ, સુધારા-વધારા,તથા ઝડપીઈન્ટરનેટ સુવિધા વિદ્યાર્થીઓના સંશોધન, અહેવાલ અને પ્રોજેક્ટ વર્ક માટે જરૂરી બને છે.વધુમાં, કમ્પ્યુટર લેબમાંના સ્માર્ટ બોર્ડ માહિતીને રસપ્રદ રીતે રજૂ કરવા માટે ઉપયોગી બને છે.
ભીંત પરના એબ્સટ્રેક પેઈન્ટીંગથી શોભિત અને જરૂરી ઉપકરણોથી સજ્જ ‘સાયકોલોજી લેબ’નો ઉપયોગ કોલેજની ત્રીજા વર્ષની અને અનુસ્નાતકની છાત્રાઓ દ્વારા કરવામાં આવે છે.વિદ્યાર્થીઓ અહીં મનોવિજ્ઞાનના વિવિધ પ્રયોગો અને અભ્યાસક્રમના ચોક્કસ પ્રાયોગિક કાર્યો આદરે છે. લેબમાં થતા પ્રાયોગિક કાર્યો મનોવિજ્ઞાન શિક્ષણનું ખુબજ મહત્વનું ઘટક છે અને તે છાત્રાઓની વિચારશૈલીને તર્ક અને પ્રમાણ સંગત બનાવે છે.
૧૮૦૦૦ પુસ્તકોનો વિશાળ સંગ્રહ સંસ્થાના ગ્રંથાલયને ખરા અર્થમાં જ્ઞાનતીર્થ બનાવે છે જે સર્વે વિદ્યાર્થી, શિક્ષકગણ તથા અન્ય કર્મચારીઓ માટે હમેશા ખુલ્લું હોય છે. નાની ઉમરથી જ વાંચનની ટેવ કેળવાય તે માટે વિદ્યાર્થીનીઓના સમયપત્રકમાં જ એક તાસ ‘વાંચન’ એવા નામે રાખવામાં આવે છે.
આજના ડીજીટલ યુગમાં જયારે માહિતી સંચય અને સંપ્રેષણક્ષણ માત્રમાં થાય છે તેવામાં અમે વિદ્યાર્થીઓને માહિતી અને તથ્યોનો તલસ્પર્શી તાગ મેળવવાનો અને પુસ્તકો વાંચવાનો મહાવરો કરાવીએ છીએ.
ગ્રંથાલયના અઢળક સાહિત્યમાં માં નવલકથાઓ,ઐતિહાસિક વૃત્તાંત, માહિતીપ્રદ પુસ્તકો, વિવિધ સામયિકો, વર્તમાનપત્રો, લેખ અને શોધપત્રોનો સમાવેશ થાય છે. જુદા-જુદા વિષયના સંદર્ભ ગ્રંથો વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ અભ્યાસ અને UPSC, GPSC, NET, TAT, બેન્કને સંબંધિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં ખુબ ઉપયોગી નીવડે છે.ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના વેગીલા માહિતી-વિસ્ફોટ વચ્ચેગ્રંથાલયના શાંત વાતાવરણમાં થતુ ધીરજપૂર્વક વાંચન પણ એટલુજ જરૂરી છે.
સંસ્થા પાસે કેન્ટીનની સુવિધા છે જે સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવી છે, તે કેન્ટીન સ્ટોર પર ઉપલબ્ધ ઠંડા પીણા, ચા, ચોકલેટની સાથે ગરમ ખોરાક પીરસે છે. વિદ્યાર્થીઓને કેન્ટીનમાં ઘરે બનાવેલી વસ્તુઓ ખાવાની પણ છૂટ છે. વધુ હળવા વાતાવરણને વધારવા માટે કેન્ટીનમાં મ્યુઝિક સિસ્ટમની સુવિધા પણ છે.
સંસ્થામાં એવા વિદ્યાર્થીઓ માટે લિફ્ટની જોગવાઈ છે કે જેઓ શારીરિક રીતે વિકલાંગ છે અને એવા શિક્ષકો કે જેઓ કોઈપણ પ્રકારના આહારનો સામનો કરે છે. આ સુવિધાએ કેમ્પસમાં વધુ સમાવેશ કરવાનો અભિગમ વધાર્યો છે.
સંસ્થા પાસે કેમ્પસમાં ફાયર સેફ્ટીની પ્રોવિડન્સ છે, જેમાં તમામ આધુનિક સાધનો છે તેની ખાતરી કરવા માટે કે સંસ્થા કોઈપણ પ્રકારની કટોકટી માટે તૈયાર છે અને તેનું રક્ષણ કરે છે.
સંસ્થા સવલત આપે છે અને ગ્રીન પ્રોજેક્ટ્સ શરૂ કરે છે જેના માટે કેમ્પસમાં સૌર પેનલની શરૂઆત છે જેણે સંસ્થાને પર્યાવરણને અનુકૂળ અભિગમ પૂરો પાડ્યો છે.
સંસ્થાએ પાણીની બચત અને રક્ષણ સુનિશ્ચિત કરવા માટે કેમ્પસમાં જળ સંચયનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે કારણ કે આપણે જાણીએ છીએ કે પાણી એ જીવનનો આવશ્યક ભાગ છે અને તેનું આરક્ષણ સમાજનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.
કેમ્પસ અનેક ઝાડ અને છોડથી ઘેરાયેલું છે જેમાંથી કેટલાક ફૂલોના વૃક્ષો છે, જેમાં મોર, મંગૂસ અને અન્ય પક્ષીઓ કેમ્પસમાં રહે છે જેઓ ઘણીવાર આસપાસના વિસ્તારમાં સુરક્ષિત અને રક્ષિત લાગે છે.
દરેક વૃક્ષની નીચે એકથી વધુ બેન્ચો મૂકવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ માટે વધુ આરામદાયક વાતાવરણ ઊભું થાય જેઓ ઘણીવાર પ્રકૃતિની પ્રશંસા કરતા જોવા મળે છે.