Logo

પ્રશાસન

ENGLISH

મહારાણીશ્રી નંદકુંવરબા મહિલા કોલેજ

પ્રશાસન





ટ્રસ્ટી


પ્રમુખ

ને.ના.અ.સૌ. મહારાણીસાહેબશ્રી સમયુક્તાકુમારી ગોહિલ



મહારાણી સાહેબાશ્રી સમયુક્તાકુમારી હિમાચલ પ્રદેશ યુનીવર્સીટીથી અંગ્રેજી વિષયના સ્નાતક છે. તેઓશ્રી પોતાના સમયના ૧૨માં ધોરણની બોર્ડની પરીક્ષાના અખિલ ભારતીય સ્તરે સર્વોચ્ચ ક્રમે ઉત્તીર્ણ થયા. તેઓશ્રી લોરેન્સ સ્કૂલ,સનાવર તરફથી સર્વકુશળ વ્યક્તિત્વ માટે ભારતના રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રથી સન્માનિત છે. તેઓશ્રી વિજય મહેલ હોટેલ પ્રાઇવેટ લીમીટેડના સંચાલક, ખોડીયાર મંદિર ટ્રસ્ટ તથા કુમારશાળાના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ટ્રસ્ટના સભ્ય હોવા ઉપરાંત નીલમબાગ પેલેસના પરિસર પર આવેલ શિશુ વિદ્યામંદિરના મુખ્ય નિયંતા પણ છે. મુંબઈ ખાતે કેન્સરના દર્દીઓ માટે ૫ વર્ષ સેવા આપ્યા બાદ તેઓએ યુરોલોજીકલ કેન્સર ફાઉન્ડેશનની સ્થાપના કરી. કથક અને યોગાભ્યાસ તેમની ગમતી પ્રવૃત્તિઓ છે.


ઉપ-પ્રમુખ

નેક નામદારશ્રી મહારાજા સાહેબ વિજયરાજસિંહજી ગોહિલ



મહારાજા સાહેબશ્રી વિજયરાજસિંહજી ઓસ્માનિયા યુનીવર્સીટી, હેઈદ્રાબાદથી સ્નાતક થયેલા છે. તેઓશ્રી વિજય મહેલ હોટેલ પ્રાઇવેટ લીમીટેડના ચેરમેન, ખોડીયાર મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ટ્રસ્ટના ટ્રસ્ટી રૂપે સેવાઓ આપી રહ્યા છે. પૂર્વ સમયના ભાવનગર રાજ્યના અધિકારક્ષેત્રમાં આવતી રાજકુમાર કોલેજ, રાજકોટના ટ્રસ્ટી મંડળના હાલે તેઓ સક્રિય સભ્ય છે. તેઓશ્રી પર્યટન, ફોટોગ્રાફી અને મુક્ત પ્રકૃતિમાં વિશેષ રૂચી ધરાવે છે.


નેક નામદારશ્રી યુવરાજ સાહેબ જયવીરરાજસિંહ ગોહિલ



લ રોશેસ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ હોટેલ મેનેજમેન્ટ, સ્વીત્સર્લેન્ડથી આતિથ્ય પ્રબંધન(હોસ્પિટલીટી)વિષયમાં પદવી મેળવનાર યુવરાજશ્રી જયવીર રાજ સિંહ ટ્રસ્ટના કારોબારી મંડળમાં યુવા-ઉર્જાસંચારે છે. તેમણે જમનાબાઈ નરસી શાળા તથા એકોલ મોંદયેલ વર્લ્ડ સ્કૂલ, મુંબઈ ખાતે અભ્યાસ કર્યો છે. વિજય મહેલ હોટેલ પ્રાઇવેટ લીમીટેડના સહ-સંચાલક, ખોડીયાર મંદિર ટ્રસ્ટ તથા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ટ્રસ્ટના સભ્ય તરીકે સેવાઓ આપે છે. આ સાથે તેઓશ્રી નારાયણી હેરીટેજ હોટેલના મુખ્ય નિયંતા અને ગુજરાત હેરીટેજ ટુરીઝમ અસોસિએશનના ચેરપર્સન છે. તેઓશ્રી સ્વાસ્થ્ય અને સૌષ્ઠવના પ્રખર હિમાયતી હોવા સાથે હેન્ડલબાર પ્રાઇવેટ લીમીટેડના સ્થાપક પણ છે.


નેક નામદારશ્રી મહારાજકુમારી બ્રીજેશ્વરીકુમારી ગોહિલ



મહારાજકુમારીશ્રી બ્રીજેશ્વરીકુમારીએ જમનાબાઈ નરસી શાળા તથા એકોલ મોંદયેલ વર્લ્ડ સ્કૂલ, મુંબઈ ખાતે અભ્યાસ કર્યા બાદ યુનીવર્સીટી ઓફ નોટીંગમ, ઇંગ્લેન્ડથી પુરાતત્વીય અને કળા ઈતિહાસ (જોઈન્ટ ઓનર્સ)ની સ્નાતક પદવી હાંસલ કરી છે. પિરામલ આર્ટ ફાઉન્ડેશન, મુંબઈ ખાતે વ્યાવસાયિક સમય ફાળવ્યા બાદ દુર્હમયુનીવર્સીટી, ઇંગ્લેન્ડથી સાંસ્કૃતિક ધરોહરની વ્યવસ્થા અને સંરક્ષણ (હેરીટેજ મેનેજમેન્ટ એન્ડ કન્ઝર્વેશન) વિષયમાં તેમેણ અનુસ્નાતક પદવી મેળવી. હાલમાં તેઓશ્રી પ્રીન્સેપ્સ ઓકશન, મુંબઈના ઉપ-પ્રમુખ અને ઓલમ્પિયા ઓક્શન્સ, ઇંગ્લેન્ડના સલાહકાર રૂપે સેવાઓ આપે છે.તેઓશ્રી વિજય મહેલ હોટેલ પ્રાઇવેટ લીમીટેડના સહ-સંચાલક, તથા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ટ્રસ્ટના સભ્ય તરીકે સેવાઓ આપે છે. તેઓશ્રી સાંસ્કૃતિક ધરોહરની જાળવણી અને સંરક્ષણ બાબતે ખુબ ઉત્સાહી છે. ઇન્ડીયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરીટેજ (INTACH) અને ભાવનગર હેરીટેજના માધ્યમથી તેઓશ્રી ઐતિહાસિક જગ્યાઓની જાળવણીનું કાર્ય કરે છે. પોતાના માતૃશ્રીથી પ્રેરણા લઇતેઓ સ્ત્રી સશક્તિકારણની સરણી આગળ ધપાવે છે.


શ્રી ડો. શિવરાજ સિંહજી રાઓલ



ભાવનગરના જાણીતા વરિષ્ઠ બાળચિકિત્સક ડો. રાઓલ ગુજરાતના ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાના જ્ઞાનકોશ સમાન છે. ટ્રસ્ટની જવાબદારીઓ, વહીવટ અને કાર્યપ્રકલ્પો સારુ તેઓ સદાસુલભ માર્ગદર્શક રૂપે સેવા આપે છે.


શ્રી જી એસ નિર્મલા દેવી



શ્રી નિર્મલા દેવી સંસ્થાના વિવિધ પ્રકારના આયોજનો અને પ્રવૃત્તિઓમાં અચૂકપણે હાજર રહે છે.એક પીઢ સલાહકાર રૂપે સંસ્થા વિષયક નિર્ણયો લેવામાં તેમનું માર્ગદર્શન તેમના પરિપક્વ અને તટસ્થ અભિગમને લીધે હંમેશા ઉપકારક નીવડે છે.


શ્રી વાચીની દેવી ગોહિલ



સંસ્થાના ભૂતપૂર્વ આચાર્ય અને વર્તમાન ટ્રસ્ટી શ્રી વાચીની દેવી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતરને અગ્રીમતા આપે છે અને તેમની શ્રદ્ધા છે કે ગૌરવપૂર્ણ સ્ત્રી એ છે જે શિક્ષા અને ખેલકૂદમાં સફળ થઇ આંતરિક શક્તિઓને પણ નિખારે અને જીવનમાં ઉત્કર્ષ પામે. સંસ્થાની શાળાઓ અને કોલેજની શાખ પ્રતિષ્ઠા ઊંચી લાવવા તેઓ હરેક નુતન યત્ન-પ્રયત્નથી સંભાવનાની ક્ષિતિજને વિસ્તારવા તત્પર રહે છે. સંસ્થાના ખુબ રોચક અને યાદગાર પળ સમાન વાર્ષિક દિનની મેજબાની પ્રસ્તુતિ માટે તેઓ વિખ્યાત છે. તેમેણે કન્યાઓનું એક મ્યુઝીક બેન્ડ પણ તૈયાર કર્યું છે જે વિવિધ સરકારી ઉપક્રમ-ઉજવણી પ્રસંગે બેન્ડ રજૂઆત કરે છે. શિસ્ત અને સંયમના આગ્રહી એવા શ્રી વાચીની દેવી સંસ્થાને સફળતાના નવા શિખરો તરફ હંમેશ દોરનારા રહ્યા છે.


કમિટીના સભ્યો



અ.સૌ. યુવરાણી સાહેબા ક્રિતિરંજની કુમારી

અ.સૌ. દેવયાનીબા એસ ગોહિલ

અ.સૌ. પદ્મિનીબા દેવી રાઓલ

એ.એસ. જલ્પાબા રાઓલ

અ.સૌ. અંબિકાબા રાઓલ

અ.સૌ. પદ્મિનીબા કુમારી

શ્રી સકુંતલાબા બી જાડેજા

શ્રી જયનંદીનીદેવી ગોહિલ








મહારાણીશ્રી નંદકુંવરબા મહિલા કોલેજ